આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૮૧
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૮૧ તોલે ન આવી શકે ? આપણે હજી આપણા ધંધાનું બળ અને તેની કિંમત સમજ્યા નથી. આપણો ધંધો એટલે શરીરના રોગીઓને સજા કરવાનો નહિ; કજિયાળા લોકોના કજિયા પતાવવાનો નહિ; તોફાની લોકોને યોગ્ય ન્યાય આપી જેલમાં મોકલવાનો નહિ; અવ્યવસ્થિત પ્રજાને નિયંત્રણમાં રાખી રાજ્યતંત્ર ચલાવવાનો નહિ. પરંતુ આપણો ધંધો રોગ ન થાય, કજિયા-કંકાસના મૂળ બળી જાય, તોફાની વૃત્તિ નાશ પામે, અને વ્યવસ્થા તથા શાંતિ ફેલાય તેની દવા-તેનો ઉપાય મૂળમાંથી કરવાનો છે. બાળક મનુષ્ય-જાતનું મૂળ છે. એનું શિક્ષણ આપણા હાથમાં છે. એનું ભાવી આપણા હસ્તક છે. એનામાં જે આપણે વાવ્યું તે ઊગશે; જે સીંચ્યું તે ઊતરશે. અને તેથી જ આપણી ખેતી બીજની છે. અને તેથી જ આપણો ધંધો સવોત્કૃષ્ટ છે. અને છતાં આપણી હાલત આવી કેમ છે ? કારણ કે આપણે આપણો ધંધો ખીલવતા નથી. આપણે આપણાપણું કેળવતા નથી. આપણે સાચા શિક્ષક થતા નથી. સૌને સાચી વસ્તુની ગરજ છે. વૈદ અને વકીલની જરૂર છે. સાચા શિક્ષક થઈશું એટલે લોકો ઘેર પૂછતા આવશે; પગ ધોતા આવશે. ઘેર-ઘેર ભટકવું નહિ પડે. પૂર્વ કાળના ઋષિમુનિઓને ત્યાં રાજાઓના પુત્રોને પણ ભણવા જવું પડતું; એટલું જ નહિ પણ ત્યાં તેમને તેમની સેવા કરવી પડતી. એ જ સ્થિતિ