આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૮૨
 

દર પ્રાથમિક શાળામાં શિક્ષક આજે આવી શકે છે. પણ તે માટે આપણે આપણો ધંધો ખીલવવો જોઈએ. આજે શું આપણો ધંધો આપણે ખીલવીએ છીએ ? ના. આપણી પાસે જ્ઞાનની મૂડી કશી જ નથી. સારા તો ઠીક પણ સાધારણ વિદ્વાન પણ આપણે નથી. સાહિત્યકાર તો શું, પણ શુદ્ધ ગુજરાતી લખી જાણનાર આપણામાંના ઘણા નથી. જ્ઞાનભંડારી તો શું, પણ લગભગ અતિ અલ્પ જ્ઞાનવાળા આપણે છીએ. અને શિક્ષકનું નામ તેવા જ્ઞાનહીન માણસને કોઈ આપે ? દાક્તરને વૈદનું જ્ઞાન જ ન હોય તો એને દાક્તર કોણ કહે ? સામાન્ય જ્ઞાનમાં આપણે લગભગ શૂન્ય જેવા છીએ એટલું જ નહિ, પણ આપણે જે વિષયો ભણાવવા છે તેમાં પણ પાઠ્યપુસ્તકોમાં જેટલું છે તેટલું પણ ભાગ્યે જ જાણીએ છીએ. આપણે ઈતિહાસ, ભૂગોળ વગેરે વિષયો જાણીએ છીએ તે કરતાં વધારે જાણવા ન જોઈએ ? અને આપણે ભણાવવાની પદ્ધતિનો વિચાર કેટલો કર્યો છે? આજે જે અનેક નવી-નવી પદ્ધતિઓ દુનિયાભરમાં યોજાઈ રહી છે ને જેને લીધે શિક્ષણનું કામ સરલ થઈ રહ્યું છે તે આપણે જાણીએ છીએ પણ ખરા ? આપણું જૂનું પુરાણું જ્ઞાન હવે કયાં સુધી ચાલે ?