આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૮૩
 

પ્રાથમિક શાળામાં શિક્ષક ૮૩ એ જૂની પાઘડી, જૂનું પોતિયું, જૂની હજામત અને જૂની પુરાણી શીખવવાની રીત જ્યાં સુધી આપણે છોડીને નવી પદ્ધતિને ઝીલશું નહિ ત્યાં સુધી આપણો ઘડો કોઈ જ નહિ કરે, અને તે વાજબી છે. શું આપણે માનસશાસ્ત્રના ક,ખ ને પણ જાણીએ છીએ ? અને માનસશાસ્ત્રના જ્ઞાન વિના બાળકોને ભણાવવા નીકળવું એટલે શરીરશાસ્ત્રીના જ્ઞાન વિના દવા આપવા નીકળવા બરાબર છે. આજની નવી દુનિયાનો નવો શિક્ષક નવા દાક્તર જેવો છે, નવા વૈજ્ઞાનિક જેવો છે. તે પોતાના કામમાં અદ્યતન છે. આપણે બધી બાબતમાં ‘અપટુડેટ’ રહેવું જોઈએ. ફેંકી ઘો બધું સડેલું જૂનું પુરાણું; નવા પ્રકાશને ઉત્સાહથી ઝીલીને જોર કરીને આપણે ધંધો ખીલવો. પછી કોના ભાર છે કે આપણને કોઈ મેતલો કે પંતુજી કહે ? એક વાર શક્તિ જોશે એટલે સૌ ભક્તિ કરશે.