આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સવ્વ તિવિહેણં પડિક્કંતો - સમ્યક પ્રકારે ત્રણ પ્રકારે (મન, વચન, કાયાએ) પ્રતિક્રમણ કરતો થકો
વંદામિ જિણં ચઉવ્વીસ – ચોવીસ જિનેશ્વર પ્રભુઓને વાંદુ છું

ઇતિ અતિચાર આલોવ્યા, પડિક્કમ્યા નિંદા નિઃશલ્ય થયા વિશેષે અરિહંત, સિદ્ધ, કેવળી, ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજી, સાધુ સાધ્વી, ગુરુ આદિ ને ભુજો ભુજો કરી ખમાવું છું

અહિં ઇચ્છામિ ખમાસમણોનો પાઠ બે વખત ઊભડક બેસીને કહેવો પછી

સ્વામિનાથ સામાયિક ૧, ચઊવ્વિસંથોર ૨, વંદના ૩ અને પ્રતિક્રમણ ૪ એ ચાર આવશ્યક પૂરા થયા તેને વિષે શ્રી વીતરાગદેવની આજ્ઞામાં કાનો માત્રા મીડું પદ અક્ષર ગાથા સુત્ર ઓછું અધિક વિપરીત ભણાયું હોય તો અરિહન્ત અનંત સિધ્ધ ભગવાનની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડં

(અહિં ઊભા થઈને વંદના કરી પાંચમા આવશ્યકની આજ્ઞા માંગવી)