આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભોજનના અતિચાર અને પંદર કર્માદાન સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.

૧૩. આઠમું વ્રત

(અનર્થદંડ ત્યાગ - ત્રીજું ગુણવ્રત)

આઠમું વ્રત - આઠમું વ્રત
અણત્થાદંડનું વેરમણં – વિના પ્રયોજને આત્મા દંડાય છે. તેથી નિવર્તું છું.
ચઉવ્વિહે - ચાર પ્રકારે
અણત્થાદંડે - અર્થ વિના દંડાય
પન્નતે - કહ્યા છે
તં જહા - તે આ પ્રમાણે
અવજ્ઝણાચરિયં - માઠું ધ્યાન (આંતર્ધ્યાન) અથવા રૌદ્ર ધ્યાન ધરવાથી
પમાયાચરિયં - પ્રમાદ કરવાથી *[૧] (દા.ત. જે આળસને લીધે બીજાના પ્રાણ હરણ થાય તેવી ક્રિયાઓ જેમકે એંઠા વાસણ ખુલ્લા રાખવા, પોંજ્યા વિના ચૂલા, ગૅસ બર્નર સળગાવવા, ઘી તેલ શરબત આદિના વાસણ ખુલ્લા રાખવા વગેરે)

  1. ધાર્મિક કાર્યો (સત્કાર્યો)માં આળસ અને પાપના કાર્યમાં ઉદ્યમ, તેનું નામ પ્રમાદ - તેના પાંચ પ્રકાર છે - મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. સાધક આત્માએ પાંચ પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ