આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તારો છે, ત્યાંથી ૩ જોજાન ઊંચપણે શુક્રનો તારો છે, ત્યાંથી ૩ જોજાન ઊંચપણે બ્રુહસ્પતિનો તારો છે, ત્યાંથી ૩ જોજન ઊંચપણે મંગળનો તારો છે, ત્યાંથી ૩ જોજન ઊંચપણે છેત્રો શનિશ્વરનો તારો છે, એમ ૯૦૦ જોજન લગી જ્યોતિષ ચક્ર છે.

ત્યાંથી અસંખ્યાતા જોજનની ક્રોડા ક્રોડી ઊંચપણે બાર દેવલોક આવે છે, તેના નામ: ૧) સુધર્મ ૨) ઈશાન ૩) સનતકુમાર ૪) માહેંદ્ર ૫) બ્રહ્મલોક ૬) લાંતક ૭) મહાશુક્ર ૮) સહસ્ત્રાર ૯) આણત ૧૦) પ્રાણત ૧૧) આરણ અને ૧૨) અચ્યુત ત્યાંથી અસંખ્યાતા જોજનની કોડા કોડી ઊંચપણે ચડીએ ત્યારે નવ ગ્રૈવેયક આવે, તેનાં નામ: ૧) ભદ્રે ૨) સુભદ્રે ૩) સુજાએ ૪) સુમાણસે ૫) પ્રિયદંસણે ૬) સુદુંસણે ૭) આમોહે ૮) સુપડિબધ્ધે