આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૯) જસોઘરે, તેમાં ત્રણ ત્રિક છે, પહેલી ત્રિક્માં ૧૧૧ વિમાન છે, બીજી ત્રિક્માં ૧૦૭ વિમાન છે, અને ત્રીજી ત્રિકમાં ૧૦૦ વિમાન છે, ત્યાંથી અસંખ્યાતા જોજનની કોડ કોડી ઊંચપણે ચડીએ ત્યારે પાંચ અનુત્તર વિમાન આવે તેનાં નામ ઃ ૧) વિજય ૨) વિજ્યંત ૩) જ્યંત ૪ અપરાજિત ૫ સર્વાપસિધ્ધ આ સર્વાપ્રસિધ્ધ મહાવિમાનની ધ્વજાથી બાર જોજન ઊંચપણે મુક્તિશિલા છે, તે મુક્તિશિલા કેવી છે ? પિસ્તાલીશ લાખ જોજન લાબીં પહોળી છે, મધ્યે આઠ જોજનની જાડી છે, ઊતરતા છેડે માખીની પાંખ થકી પણ પાતળી છે, ઊજળી ગોખીર, શંખ, ચંદ્ર અંકરત્ન, રૂપાનો મોતીનો હાર અને ક્ષીર સાગરના પાણી થકી પણ અધિક ઊજળી છે.

તે સિધ્ધશિલા ઉપર એક જોજન, તેના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગને વિષે શ્રી સિધ્ધ ભગવાનજી નિરંજન નિરાકાર બિરાજી રહ્યા છે. તે સિધ્ધ ભગવંતજી કેવા છે ? અવર્ણે, અગંધે, અરસે, અફાસે, અમૂર્તિ, અવિનાશી, ભૂખ નહિ, દુઃખ નહિ, રોગ નહિ, જન્મ નહિ, જરા નહિ, મરણ નહિ, કર્મ નહિ, કાયા નહિ, અનંત અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. ધન્ય સ્વામીનાથ ! આપ શ્રી સિધ્ધ ક્ષેત્રને વિષે બિરાજો છો, હું અપરાધી, દીનકિંકર, ગુણહીન અહી બેઠો છું, આપના જ્ઞાન, દર્શનને વિષે, આજના દિવસ સંબંધી, અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ થયો હોય તો, હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી ભુજો ભુજો કરી ખમાવું છું. (અહીં તિખ્ખુત્તોનો પાઠ ત્રણ વખત બોલવો)