આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
112
પ્રતિમાઓ
 


[5]

“સાહેબ ! એ બાઈ કહે છે કે એનું નામ મિસિસ ... છે અને એના પતિ આપણા દેશબંધુ છે.”

"અંદર આવવા દો.”

પરાયા દેશની અંદર પોતાના વતનની એક સન્નારીને મળવા આવતી જાણી, એનું સ્વાગત કરવા માટે એ વિદેશી એલચી ખુરશી પરથી ઊભો થયો. પરંતુ બારણું ઊઘડતાંની વારે જ એણે જે સ્ત્રીને દીઠી તેનાં દર્શન માત્રથી જ એ વિદેશી હાકેમનો નારી-સન્માનનો ઉમળકો પાછો વળ્યો.

"સલામ, સલામ એલચી સાહેબ!” કહેતી હસતી યુ-ચ-સેન હાથમાં એક હળવા પંખાના છટાદાર ફરફરાટ સાથે અંદર આવી; અને પરદેશી એલચી કશું પૂછે તે પહેલાં એણે પોતાની ઓળખ આપી : “હું .. મિસિસ ..."

પરદેશી પ્રતિનિધિએ આ ધૃષ્ટ સ્ત્રીને માથાથી પગ સુધી નિહાળી. ક્ષણમાત્રમાં એણે આ સ્ત્રીના દિદાર પોશાક પરથી પારખી લીધું કે ‘મિસિસ...' નો અર્થ શો હોઈ શકે. ભ્રમિત દેખાતી વારાંગ-વનિતા પ્રત્યે એને કરુણા ઊપજી. એણે પૂછ્યું:

“તમારે શું જોઈએ છે?”

"હેં એલચી સાહેબ !” ચુ-ચુ-સેને પૂછ્યું: “તમે તો મોટા માણસ છો. ઘણા વિદ્વાન છો. તમે પક્ષીઓ વિશે તો બધી વાતો જાણતા જ હશો, નહીં?"

વિદેશીના તિરસ્કાર અને અનુકમ્પાથી રંગાયેલા ભાવમાં વિસ્મયની માત્રા ઉમેરાતી હતી. એણે પૂછ્યું: “કેમ? તમારે અહીં પક્ષીઓ વિશે પૂછવાનું શું પ્રયોજન પડ્યું છે?”

"હું પૂછું, કે તમારા દેશની અંદર ચકલાં માળા ક્યારે નાખે?”

વિદેશીનો અચંબો વધ્યો. કંઈક ગમત પડવા લાગી. પૂછ્યું: “એ વાત શા માટે પૂછો છો ?

“એ તો એમ બન્યું છે સાહેબ, કે આ બાળકના બાપુ જ્યારે અહીંથી