આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ આવશે!
115
 


એમ કહેતી, કીકાને દાસી સાથે બહાર ધકેલી, ચુ-ચુ-સેન દ્વાર પર આવી. અને રિક્ષા-ગાડીના ઘૂઘરા સ્તબ્ધ બન્યા કે તરત જ એણે કાચનાં દ્વારા બેઉ દિશામાં ધકેલી દીધાં. ઉંબર પર હાથ પહોળા કરીને એ ઊભી રહી.

પરદેશી આવ્યો. એનાં પગલાંમાં પ્રાણ નહોતો.

"આટલાં બધાં વર્ષો ! શું ચકલાંએ ત્યાં માળા નાખ્યા?” એટલું બોલતી ચુ-ચુ-એને એના હાથ ઝાલી લીધા.

“હું – હું વિદાય માગવા આવ્યો છું...” યુવાને ઉંબરની બહાર જ ઊભા રહી કહ્યું.

"કેમ? ગમંત માંડી?” એટલું બોલ્યા પછી ચુ-ચુ-સેને મહેમાનની આંખો નિહાળી. પકડેલા હાથ એણે ઢીલા કર્યા. યુવકે પછવાડે ખડકી પર નજર કરી. ચુ-ચ-સેનની દ્રષ્ટિ પણ ખડકી પર ગઈ, રિક્ષામાં એક જણ બેઠું હતું.

“ઓ ! એ કોણ છે બીજું” , ચુ-ચુ-સેને હાથ છોડી દઈને પૂછ્યું.

“મારી પરણેલી સ્ત્રી.”

“એ...મ! હાં હાં,” એને યાદ આવ્યું: “તમારી પાસે મેં જેની છબી જોઈ હતી તે જ ?"

યુવકે ડોકું ધુણાવ્યું.

ચુ-ચુ-સેને પલભર એ સ્ત્રીને અને પલભર આ પુરુષને, એમ વારાફરતી નીરખ્યા જ કર્યું.

પુરુષે થોડી વારે કહ્યું: “મને કહેવામાં આવેલું કે તું તો પછી તારા કુટુંબમાં ચાલી જશે."

“હં-હં !” ચુ-ચુ-સેને એ વાત સમજવા કોશિશ કરી, પછી જાણે સમજ પડી ગઈ હોય તેમ ઉમેર્યું: “ત્યારે તો બરાબર !"

“હું – બહુ – દિલગીર છું.” યુવકે ખોંખારી ગળું સાફ કરતાં કહ્યું.

“ના, ના.” ચુ-ચુ-સેને સહેજ સ્મિત કર્યું: “ઊલટાની હું તમારી વારંવાર ક્ષમા માગું છું. તમને - તમારી – પરણેલી – પત્ની જોડે – હું