આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હાસ્યઃ પહેલું અને છેલ્લું
125
 

કેવડોક હશે!' એનાં માવતર મૂરખ્યાં અક્કલ વન્યાનાં હશે. 'આવી ગફલત!' ઈત્યાદિ અભિપ્રાય આપીને સિનેમાનો ટાઈમ થઈ જતો હોવાથી પસાર થયાં. ગયેલાની જગ્યાએ નવાં આવી પુરાયાં. અને એ બધાની ભીડાભીડ ભેદીને કૂંડાળાની અંદર જવા પ્રયત્ન કરતો પિતા એ ટોળાની આંખે કોઈ પાગલ જેવો દેખાયો. પોલીસની મદદથી જખમી બાળક ઘરની ઓરડીમાં પહોંચતું થયું.

*

દાક્તર ભલામણ કરી ગયા છે કે બાળકની પાસે કશો અવાજ કરશો ના. એને શાંતિની, ઊંઘની જરૂર છે. સ્ત્રી-પુરુષ બેઉ એક શબ્દ પણ બોલ્યા વિના, ઇશારતોથી જ કામ લેતાં બેઠાં છે.

છતાં આટલો બધો કોલાહલ ક્યાંથી? આજે ઓચિંતું ભાન આવ્યું કે માર્ગ ઉપર ટોળાનો અવરજવર છે. પિશાચો દાંત કચકચાવતા હોય તેવી રીતે ટ્રામોનાં પૈડાં ઘસાય છે. મોટરગાડીઓ પીધેલા ભેંસાસુરી સમી બરડી રહી છે. ટોળાનો અનંત કોલાહલ ચગદાઈ રહેલાં બાળકોની ચીસો જેવો ઊઠે છે.

જખમી બાળક ઝબકી ઝબકી પાછો ઘેનમાં પડી જાય છે.

'છી....ત! છી..ઈ...ત' પિતા બારીએ ઊભીને નાક પર આંગળી મૂકતો જગતને ચૂપ થઈ જવા કહે છે.

'એ....હે....ઈ !..ચૂ...પ ! છી...ત છી...ત ચૂપ ! બચ્ચુને સૂવું છે. ચૂપ !'

મોંની બન્ને બાજુ બેઉ હાથની આડશ કરીને એ દુનિયાને ધમકાવે છેઃ 'છી...ત ! છી...ત ! ચૂપ...પ! થોડી વાર ચૂપ! બચ્ચું પીડાય છે. જોતા નથી!”

પણ દુનિયા એનો અવાજ સાંભળતી નથી. એ કઈ બારીમાં ઊભો છે તેનું પણ ટોળાને ધ્યાન નથી.

'અરે એઈ! ચૂ...પ! થોડી વાર ટ્રામને ચૂપ કરો. બચુભાઈને સૂવા તો દો!' પિતા ભવાં ચડાવીને જગતને ધમકાવે છે.

‘નહીં માનો કે? ઊભા રહો, ઊતરવા દો મને નીચે !' કહેતો એ