આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
46
પ્રતિમાઓ
પછી એણે ઢેબરું ઉપાડયું. ઢેબરાને ચોવડું વાળીને ખાવા લાગી. જાણે એ હમણાં પોતાની આંગળીઓ ચાવી જશે ! દાઝ કાઢતી કાઢતી એ જાણે ખાય છે.
પોતાને સારુ એ ચા બનાવતી હતી: ચીનાઈ માટીનાં એ પ્યાલા- રકાબી, સાકર-પાત્ર, દૂધ-પાત્ર, કીટલી અને ચમચા, ઓરડાની ભયાનક નીરવતાને ઠણીંગ, ઠણીંગ, ઠણીંગ અવાજે ભેદતાં હતાં ! કે વધુ ભયાનક કરતાં હતાં ?
મા, પાંચ બચ્ચાંની મા, પાંચ જીવતાં બાળકોની જન્મદાત્રી જીવતર ધરીને પહેલી જ વાર એકલી નાસ્તો ખાતી હતી. પ્રભાત ઊઘડતું હતું.
એકલતા દીઠી છે જગતમાં?