આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૧૯૭
 



મારા અંતરના ઉદવેગ
તે તો ગુરુએ ટાળ્યા,
ચરાચરમાં દેખું દેવીદાસ
ભાવે ગરુને ભાળ્યા.

મારા હૈડા તણે હેતે
પ્રીતમ તમને પામી;
હું તો ગૂંથાણી લૈને ગળે બથ
અંતરના છો જામી.

*[૧] દુબજાળાં દુરીજન લોક
તેને શું કહીએ
ઈ તો અસજે બોલે અવગુણ
તોયે ગરુને ચરણે રહીએ.

કર જોડી માંગલ કહે
સાચું હું તો ભાખું;
મારા રૂદિયામાં શાદલ પીર
રોમે રોમે રાખું.

ગાતાં ગાતાં ચાલ્યાં જાય છે. બાજુમાં નાનો દીકરો દોડ્યો જાય છે.

માંગલબાઈની ચૂંદડી પગમાં ઢસરડાતી આવે છે. એ ચૂંદડીના છેડા ઉપર બાળ દીકરા બાવાનો પગ પડી ગયો. ચૂંદડી ખેંચાતાં ગાવામાં માંગલબાઈને ટેરમાં ફેર પડી ગયો. એણે પાછા ફરી જોયું.

રામભગતને શંકા આવીઃ “કેમ, બાવામાં જીવ ગયો ?”

"ના રે મા'રાજ !" માંગલબાઈ એ કહ્યું, “મારી ચૂંદડીને માથે પગ આવ્યો.”.


  1. *દુર્બુદ્ધિવાળાં