આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
પુરાતન જ્યોત
 



હિંદુ મુસલમાન એક જ પિયાલે
નૂરીજન નજરે ભાળો !
પરબુંવાળો પીર પાદશા,
મેં તો ધૂનધણી ધાર્યો,
ધણી, તારો પરગટ પરચો ભાળ્યો.

—એવાં અભેદભાવનાં ભજનો ગાતે ગાતે ત્યાં શરીર સંકેલ્યું અને આરામગાહી ઢાળી. અને શાદુળના શિષ્ય કરમણ પીર, દાનો બાવો વગેરે પણ ત્યાં વિરમ્યા છે. તે તમામના મૃત્યુઉત્સવો પર મનખ્યો ઊમટ્યો હશે. સર્વના કદમોને શાદુળના હૈયાએ હોઠે ચાંપ્યા છે.

મારી મરણસજાઈ આ દેરીનાં પગથિયાં પર જ હોજો !
શાદુળ જીવનમાં જીત્યા તે કરતાં મરણમાં વિશેષ જીત્યા,
શાદુળો પીર કહેવાંણો.
શાદુળો દેવીદાસનો !