આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
પુરાતન જ્યોત
 


ઘોડે ઘોડે શંખ વાગશે,
તમારાં ઝબક્યાં લીલુડાં નિશાન
પરબુંના પીર. — બાંહોડલી૦

ગરવા દેવાંગી પરતાપે અમર બોલિયાં
તારા સેવકુંને ચરણુંમાં રાખ
પરબુંના પીર. — બાંહોડલી૦



હાલ ફકીરી


કોણ તો જાણે, દેવીદાસ જાણે
આજે મારે હાલ ફકીરી
માલમી બન્યા બીજું કશું જાણે !
જળની માછલિયું અમે પવને સંચરિયું
ખરી તો [૧]વરતી મારી નહીં ડોલે
આજ મારે હાલ ફકીરી. — માલમી૦.

કાચનાં મોતી અમે હીરા કરી જાણશું,
અઢાર વરણમાં મારો હીરલો ફરે
આજ મારે હાલ ફકીરી.— માલમી૦

પરબે જાઉં તો મુંને શાદલ મળિયા રે
શાદલ મળે તો મારાં નેણલાં ઠરે
આજ મારે હાલ ફકીરી.— માલમી૦

ચોરાશી સધની ધૂણી પરબે બિરાજે રે
સમરથ પુરુષ ભેળા રાસ રમે
આજ મારે હાલ ફકીરી. — માલમી.૦


  1. ૧. વૃત્તિ