આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૧૧૩
 


દેવંગી પરતાપે માતુ અમરબાઈ બોલ્યાં રે
સમરથ સેવે તો રૂડી સાન મળે
આજ મારે હાલ ફકીરી
માલમી વના આજ બીજું કોણ જાણે !



મુને દેખતી કીધી


મારી આંખ્યુંનાં સકજ ચોઘડિયાં
મુને દેખતી કીધી દેવીદાસ
સામૈયાં કરજો સંતનાં.

મારા અંતર પડદા કરે કર્યાં,
મારા માર્યા છે કાળ ને કરોધ
સામૈયાં કરજો સંતનાં.

ગરવા દેવંગી પરતાપે અમર બોલિયાં
તમારાં સેવકુંને ચરણુંમાં રાખ
સામૈયા કરજો સંતનાં.




જીવન ભલે જાગિયાં


મેં તો સધ રે જાણીને તમને સેવિયા
મારે રુદિયે દિવસ ને રાત
જીવન ભલે જાગિયાં.

મેં તો પુન્યના પાટ મંડાવિયા
મારે પધાર્યા પીર જસો રે વળદાન
જીવન ભલે જાગિયાં.