આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
પુરાતન જ્યોત
 

મેં તો કુરણાના કળશ થપાવિયા
જ્યોતું જગાવે દેવીદાસ
જીવન ભલે જાગિયાં.

સતિયું મળિયું મારા સમ તણી
સતી અમર અમૂલાં માંગલબાઈ
જીવન ભલે જાગિયાં.

નૂરીડાં મળ્યાં હરિજનનાં નિરમળાં
કોળી પાવળ પીર શાદલને હાથ
જીવન ભલે જાગિયાં.

ગરવા દેવંગી પરતાપે અમર બોલિયાં
તારા સેવકુંને ચરણુંમાં રાખ
જીવન ભલે જાગિયાં.



અમર ઝૂઝે રે તરવાર


અમે પરબનાં ઓળગુ
અલખ દેવંગી ! તમારા ઓળગુ
પરગટ દેવીદાસ — અમેo

ભગતીમાં શૂરવીર અમર ઝૂઝે રે
અમર ઝૂઝે રે તલવાર
બાવાજી શાદલ, અમે પરબનાં ઓળગુ.

પછમ ખેતર બાવા, પીરનાં ના
ગઢ આજ જૂનો રે
ગઢ આજ જૂનો ને ગરનાર
— બાવાજી શાદુળ, અમે૦