આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
પુરાતન જ્યોત
 

ઉસ્તાદ નથી ? અને ભેખ પહેર્યો છે?"

"કેમ ભાઈ? ગરમ કેમ બનો છો? કાંઈ પૂછતા નથી, ગાછતા નથી, ફોડ પાડીને સમજાવતા નથી. છે શું આવડું બધું?”

"ઊભો કેમ નથી રે'તો?"

"જેને પંથ કાપવો છે એને ઊભા રહેવાનું કારણ?”

"આ બાંગ સાંભળતો નથી? બે'રો છે બાવા ?"

“સાંભળું છું અને આંહીંથી મારો પણ શબદ મિલાવું છું. જી નામ!”

“એ શબદ ન મિલાવાય. ને હિન્દુ-મુસલ મીનના હરકોઈ ભેખધારીએ આ જાતનો અવાજ સાંભળીને ઊભા રહી અદબ કરવી જોઈએ.”

"એવો રિવાજ છે?"

“રિવાજ જ નહીં, ફર્જ છે.”

"એવી ફરજ સૌને પાડો છો?"

"બેશક.”

"ત્યારે હું એ સૌ માંયલો નથી.” મુસાફર સાધુએ રમૂજ અને તુચ્છકારથી મોં મલકાવ્યું.

"તું શું ટીલું લાવ્યો છે !” કહેતા મુસલમાનો મુસાફરની નજીક ગયા.

"ત્યારે તમારી આ બાંગ શું ટીલું લાવી છે?” પ્રવાસીઓ વિશેષ મોઢું મલકાવ્યું. પચાસ-સો મુસ્લિમોના ધગધગતા મિજાજની એના મન પર કોઈ અસર નહોતી.

"મોં સમાલ સાધુ !”

“જુઓ ભાઈ, તમે જાડા જણ છો, તોય મારે મારું મોં સંભાળવાની જરૂર નથી. મારું મોં એની જાતે જ પોતાને સંભાળી લ્યે છે. પણ હું તમને પૂછુંઃ તમે બાંગ પુકારો છે ને હુંય ધણીનું 'જી નામ' જપું છું. હું તમને મારા જાપ વખતે