આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત મેકરણ
૧૩૫
 


“ભલે કાટ ચડી જાય, પણ સાચા પારખુ ન ભેટે ત્યાં સુધી માનવી ! જીવનનાં જ્ઞાનરૂપી મોતી કોઈને આપીશ મા !”

“ત્યારે મારી કાંઈક તો વિનંતી સ્વીકારો !”

"તું પાસે તો એક જ વાત માગવી છે, રા’ દેશળ ! કે અહીં મારી જગ્યાની આસપાસ શિકાર ન ખેલવો.”

તે દિવસથી ત્યાં આજે પણ રાજ-શિકારનો પ્રતિબંધ ચાલ્યો આવે છે.


પ. મેકરણ-વાણી

સીમમાં કઈ સ્થળે ઊતરેલા મેકરણ ભજન ગાતા હતા—

સાવરાં હુદાં સૂર
એ જી વાલીડાનાં નેણુંમાં વરસે ઝીણાં નૂર
એ આવો ! આવો તો મળીએ જી,

મળતાંની સાથે આપણ હળીમળી રહીએં ને
કાઢીએં દલડાનાં કૂડ,
એમાં સાયબોજી મારો રાજી રિયે
ફાગણ ફૂલ્યો ઝીણે ફૂલ.
એ આવો ! આવો તો મળીએં જી.

ખોટાબોલાનો આપણ સંગ ન કરીએં ને,
આદ અનાદનાં બોલે કૂડ;
એવાંની સંગત આપણે કેદી ન કરીએં
(એની) આંખુંમાં નાખો ઝીણી ધૂડ
એ આવો ! આવો તો મળીએ જી.

હરિજન હોય તેને ઝાઝેરી ખમ્મા
એનાં કેશરવરણાં હોયે નૂર;
એની તો સંગતું આપણ દોડી દોડી કરીએં ને
જમાડાને ઈ તો રાખે દૂર—
એ આવો !. આવો તો મળીએં જી.