આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'જેસલ જગનો ચોરટો'
૧૪૯
 



એ જી જેસલ ! તોળી રે ઘોડી ને તલવાર
એ . . . જાડેજા હો ! તાળી રે ઘોડી ને તલવાર,
ત્રીજી એ તોળાંદે કેરી લોબડી હો જી !

ચોર જે ત્રણ વાનાંની ચોરી કરવા આવ્યો હતો એ જ માંયલું આ એક રત્નઃ પોતાને ને એક કાઠિયાણીનો બોજ ઉપાડીને ગામ ગામના સીમાડા લોપે તેવી અજાજૂડ ઘોડી! કામ પાકી ગયું. પ્રથમ તો એને છોડીને બહાર કાઢી બાંધી દઉં.

ચોર નજીક ચાલ્યો. ઘોડીએ ડાબલા પછાડ્યા. ઘોડી હીંહોટા ઉપર હીંહોટા મારવા મંડી.

આઘેરે ઓરડે, હરિને ઓરડે, એક દીપક જલતો હતા. બીજદિન અને થાવરવાર(શનિવાર)ની રાતના પાટની અખંડ ઘીની જ્યોતની આસપાસ કૂંડાળે બેઠેલાં ઉપાસકો એક ભજન પૂરું કરીને બીજા ભજનનો આદર કરવા પહેલાં વિરામ લેતા હતાં.

“એલા ઘોડી કેમ ફરડકા નાખે છે? કોઈ એરુઝાંઝરું, જીવજંત તો નથી ના? જઈને જુઓ ને !”

ઓરડામાં કોઈક બોલ્યું. એક આદમી ઊઠ્યો. ચોરે જાણ્યું કે ભોગ લાગ્યા. સંતાવાનું સ્થાન નહોતું. ઘોડીને માટે ઘાસની પાથરેલી પથારી હતી. પથારીના ઘાસના પોલ નીચે આદમી લાંબો થઈને સૂઈ ગયો..

ઘોડીએ ઝોંટ મારી હતી. કાઠીની ઘેાડીની ગરદનમાં કૌવતનો પાર નહોતો. એકબે ઝોંટે ઘોડીએ પોતાને જ્યાં બાંધી હતી તે ખીલો જ ભોંયમાંથી ઊંચકાવી કાઢ્યો હતો. ખીલો લોઢાનો હતો.

માણસે આવીને આજુબાજુ નજર કરી. કોઈ નહોતું. ઘોડી ટાઢી પડતી હતી. એના અંગ પર પંપાળીને માણસે ઘોડીનો ખીલો ફરી વાર ભોંયમાં ધરબ્યો. એક મોટો પથ્થર લઈ ને ખીલા ઉપર ઠોક્યો. ખીલે ઊંડે ઊતરીને જડબેસલાક