આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
પુરાતન જ્યોત
 

 જેસલ બીજું કાંઈ ન બોલી શક્યો. એનું માથું તોળલનાં ચરણોમાં નમીને સ્થિર થઈ ગયું


૩. નિદાનાં નીર

વારે વારે કહું મારા દલડાની વાત
જાડેજા કરી લે ભવાયું, થોડાં જીવણાં
રે જેસલ જી !

હરખેડ મેં તો હાલી માર્યો
પાદર લૂંટી પાણિયારી;
કાઠી રાણી, પાપ પ્રકાશ્યો ધણી આગળે
રે જેસલ જી !

તોરણ આવ્યો મોડબંધો મેં માર્યો
પીઠિયાળાનો નૈ પાર;
કાઠી રાણી, પાપ પરકાશ્યો ધણી આગળે જી !

ચોવીસ વરસ સુધી ચોરિયું કીધી
અમારા અવગુણુનો નૈ પાર;
કાઠી રાણી, પાપ પરકાશ્યો ધણી આગળે જી !

ચોવીસ વરસ સુધી ચોરિયું કીધી
અમારા અવગુણનો નૈ પાર;
કાઠી રાણી, પાપ પરકાશ્યો ધણી આગળ જી !

.

*

અંજાર શહેરના લોકોમાં અચરજ પ્રવતી ગયું. લૂંટારો જેસલ કોઈ બાઈને લઈ આવ્યો છે. એની આગળ બેઠો બેઠો ચોધાર રોયા કરે છે. દાઢીમૂછ અને માથું મુંડાવીને જેસલે તો ધોળાં લૂગડાં ધર્યા છે. ગળે માળા પહેરી છે.

“તોળલ સતી ! બહુ પાપકામાં કર્યા છે મેં — હું મોતને