આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
પુરાતન જ્યોત
 

પાછળ પડીને ગરદનમાં છિદ્ર પાડી રહ્યાં હોય એ ગભરાટ જ્યારે તેઓને નસાડતો હતા. ત્યારે ડોશીના લદબદ ગંધાતા ખેળિયા ઉપર એ અજાણ્યો માણસ ઝૂક્યો હતો. એ પણ રત્નાકરને આરાધતો હતો; પણ પોતાની રક્ષા કાજે નહીં, ડોશીની શાતાને માટે.

એના મસ્તક પર મૂંડો હતો. મૂંડા ઉપર સાધુડા જેવી વાંદરા-ટોપી ઢાંકી હતી. એના અંગ ઉપર જાડા પાણકોરાની ધોળી બંડી હતી. કંઠે તુલસીના સાદા પારાની માળા હતી. કમ્મરે કાછડી ઉપર એક પછેડીની ભેટ બાંધી હતી. પૃથ્વીના ચડાણ-ઉતાર બહુબહુ ખૂંદીને એના પગના પહોંચા રાંટા થઈ ગયેલા ભાસતા હતા. પગનાં પગરખાં જૂની ઓખાઈ ઢબનાં, કોઈને માર્યાં હોય તો ગાલ ફાડી નાખે તેવાં મજબૂત ચુંકદાર હતાં.

"માડી !” એણે ડોશીને દિલાસો દીધો “રત્નાકરે ભોગ વાંદી લીધો. હવે ભે રાખશો મા.”

ડોશીને આ સ્વપ્ન લાગતું હતું, પોતે જીવતી પાછી નીકળી છે અને જેના ફરતી પા ગાઉની હવા પણ જીવતું માનવી ન લ્યે એવી પોતાની જાતને આ મનુષ્ય હાથોહાથ પંપાળી રહેલ છે, પછેડી વતી રક્તપીત્ત લૂછી રહેલ છે, એ ન મનાય તેવી વાત હતી. ડોશી ચમકીને ચીસો પાડવા લાગી : “ઓય ! ઓય ! રત્નાકર ! ઓય મને ખાધી ! એ પૂજારી આવ્યો ! મને પાછી નાખે છે !"

“મા !” પુરુષ એને છાતીસરસી લઈને ખાતરી આપે છેઃ "કોઈ નહીં ખાય. રત્નાકર તો રૂપાળો તમને પખાળે છે. જુઓ તો ખરાં માડી એનાં રૂપ ! ને પૂજારી હવે આવે તોય શું ! તમને ને મને ભેળાં બુડાડે તો ભલે. બાકી હવે તમને એકલાં તો નહીં મૂકું.”

ડોશીને આ સાચી સૃષ્ટિ વધુ ને વધુ અવાસ્તવિક લાગતી