આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
પુરાતન જ્યોત
 


ઊઠે ગોવાલા ! નંદદુલારા !
રજની ખાવા ધાય;
કાળી રજનીમાં તમ વિણ કાના,
કોણ શોધવા જાય ?
ધરતીનાં વાછરડાં ખોવાય. – સુનમાં૦

3

લીલી એક ડાંખળનું લોભી
ભેખડ ચડી ઊભું બાળ :
ઊતરી ન શકે, પગલું ન કરે,
હેઠળ જળ ભેંકાર
ઊઠો હો ધરતીના મતવાલ ! – સુનમાં૦

અમરબાઈ એકધ્યાને સાંભળી રહી. એને લાગ્યું કે જાણે પોતે જ પૃથ્વીમાતાનું ભૂલું પડેલું વાછરડું છે : પોતે જ કોઈ વિકટ ભેખડ ઉપર ચડીને નીચે ઊતરવાના રસ્તા વગર ઊભેલ છે. એનું અંતઃકરણ પણ કોઈ ગોપાલનું આરાધન કરે છે, એવામાં —

"આ બેઠી એ તો આંહીં !” એકાએક બોલ સંભળાયો.

છઆઠ જણા અંદર ધસી આવ્યા. મોખરે સાસુ હતાં. પછવાડે એક જુવાન હતો. બીજા છ હથિયારબંધ સાથીઓ હતા.

સહુ અમરબાઈના દીદાર દેખી ચમકી ઊઠ્યા. દેહ પરના દાગીનાની ઢગલીઓ થઈ ગઈ હતી. ચૂંદડી માથા પરથી ને ખભા પરથી ક્યારે સરી ગઈ તેનું અમરબાઈને ભાન નહોતું.

"આવે મા ! તમે હતાં મા ?” દેવીદાસે એકતારાને દીવાલ પર ટેકવતે ટેકવતે હસી આદર દીધા.

એ આદરના શબ્દોએ આયરાણીનાં નેત્રોમાંથી જવાબ