આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૬. ઉદ્ગાર

[ખંડ શિખરિણી]

વસ્યો હૈયે તારે : રહ્યો એ આધારે :

પ્રિયે, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો! નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો!

નહિ તદપિ ઉદ્વેગ મુજને : નયન નીરખે માત્ર તુજને :

હરે દૃષ્ટિ, વ્હાલી! સદય મૃદુ તારી જ રુજને! સદા ર્હેશે એવી : સુધાવર્ષા જેવી :

કૃતિ માનું, દેવી! ક્ષણ સકલને જીવન તણી : પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી!