આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ક્ષણ એક દેખે, તોયે મૃગજલ જેવું ગણી, એ જ સત્ય છે, એવું તો અંતર ન આણતી!

અધિક ગહન અન્ય વસ્તુઓનો અનુભવ થતાં દૃષ્ટિ શુદ્ધતર ધીમેથી થતી ગઈ; પોતે તો નહીં જ, પણ જ્યારે હું બતાવું ત્યારે, “નહીં,” કહેવાની આગ્રહી મતિ જતી ગઈ;

સત્ય પ્રમા વિશે પછી અપૂર્વ આનંદ જોઈ, પ્રથમ થવાની લજ્જા પણ તજતી ગઈ; એકત્વનો અનુભવ આપવા થવાને માટે નવાં નવાં સાધન રસાલ સજતી ગઈ!

વખત જતાં તો નહિ ભાષાની રહી જરૂર, વૃત્તિઓ સમસ્ત ફક્ત આશ્લેષથી દાખવે, પ્રેમ, ઉપકાર, હર્ષ, લજ્જા, ભય, ઉત્કલિકા, સૂચિત કરે એ સર્વ અભિન્નત્વ રાખવે;

અસામાન્ય. ખૂબીને બતાવે કોઈ કોઈ વાર, યોગ્યતાથી સ્વેચ્છા વિશે પરિચિત નાખવે; જવને શમાવી, જરા અધૈર્ય નમાવી, પૂર્ણ રસને જમાવીને સુધા સ્વર્ગીય ચાખવે!