આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૬. મત્ત મયૂર Previous Next

નાચે રસભીનો અલબેલો આવી રંગમાં રે! શ્યામાં સંગમાં રે!

વીજળી વ્યોમ છટાથી તરે છે, ઘોર ઘટા ઘન શોર કરે છે; જોબન જોર ભરે છે એના અંગમાં રે!

હર્ષ પ્રિયા નીરખી પિયુ પામે, લોચન લોચન માંહી વિરામે; પ્રેમ પરસ્પર જામે પૂર્ણ પ્રસંગમાં રે!

રાગ પ્રસન્ન, મનોહર, ઘેરો, હારક નાજુક ઢેલડી કેરો; કરતો વિવશ નમેરો છેક અનંગમાં રે!

હૃષ્ટ ઊડે ચરણો પ્રિય પાસે, મોહ કરે મધુરું મુખ હાસે; ધસતો ભાસે વીર કુશલ રતિજંગમાં રે!

પિચ્છ પ્રદેશ જલે છવરાયો, ગર્જનનું કરી પાન ધરાયો; ચાલી હવે પ્રિય પાસ ભરાયો સંગમાં રે!