આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૬. સ્નેહ માટે સ્વર્ગત્યાગ Previous Next

[મિસિસ બ્રાઉનિંગના એક કાવ્ય ઉપરથી]

સખે! એવું છે શું? મરણ મુજ શું સત્વર થતાં, તને ઓછું આવે કંઈ પણ પછી જીવન મહીં? અને શું આ મારે શિર કબરમાં ભેજ પડતાં તને ઝાંખાં લાગે રવિકિરણ — કાલાંતર અહીં? સદા તારી, તોયે હૃદયગત આવી થઈ શકું, નહીં એ જાણેલું : તદપિ ક્યમ હાવાં જઈ શકું? અરે! મૂકી દે રે મરમ પરથી, જીવ! મમતા! અને હાવાં, પ્રેમી! પ્રણય વરસાવી નયનથી, પ્રિયાની સામે જો; શ્વસન કર મારા મુખ પરે! અને જે બાલાઓ પરમ પદવી અર્પણ કરે, જમીનોની સાથે, પ્રણયસુખની ખાતર મથી, કરું હુંયે તેવું : કબર દઈ આપી, જગતમાં રહું તારી સાથે, નયન પરનું જિન્નત તજી.