આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૬૦. પ્રભુની પાઠશાલા

અમે ચેલા બધા ઘેલા : પ્રભુની પાઠશાલાના! અમે ઘેલા અને મેલા : પ્રભુની પાઠશાલાના!

અમારામાં કશો ના માલ! અમે તો મૂર્ખ ને કંગાલ! છતાંયે બાળકો છઈએ : પ્રભુની પાઠશાલાના!

અમે ઘેલા બધા ચેલા : પ્રભુની પાઠશાલાના! અમે મેલા અને ઘેલા : પ્રભુની પાઠશાલાના!