આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪. અનંત વાત્સલ્ય Previous Next
આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ! આપ જ આવા તો જોયા! મેં તો માનેલું કે ખોયા, પિતા પ્રભુ! આપ જ આવા તો જોયા!
દુર્બલ, દીન, નિરાશ , વળેલો, દૂરથી દેખી શું રોયા? પિતા પ્રભુ! આપ જ આવા તો જોયા!
પંકનિમગ્ન હતા ચરણો તે, પોતે દયાથી શું ધોયા? પિતા પ્રભુ! આપ જ આવા તો જોયા! સ્વચ્છ કરી જખમો સહુ જૂના, લેપ લગાડીને લોહ્યા? પિતા પ્રભુ! આપ જ આવા તો જોયા!
મેં તો માનેલું કે ખોયા, પિતા પ્રભુ! આપ જ આવા તો જોયા! આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ! આપ જ આવા તો જોયા!