આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૭૬. વિરહાનલ Previous Next

[રાગ હિંડોલ : તાલ દાદરા] નહિ કંઈ ચેન પડે ક્યાંય રે, સજની ઓ! ઘડી ઘડી પલ સ્મૃતિ ગભરાવે, આંખ ન મિચાય નહીં જાય રે રજનીઓ!

ચિંતનથી પણ ઠારવા, કશો મળે ન ઉપાય, સમજી ન હતી આવડી, વિરહાનલની લાય!

બહુ બહુ યત્ન કરું, દિલને દિલાસા ધરું, તદપિ ન શાંતિ મળે ક્યાંય રે, સજની ઓ!