આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[વસંતતિલકા] દેખાવ તો બહુ જ સુંદર આસપાસ, શી ચંદ્રિકા! કુસુમદામની શી સુવાસ! આનંદ એ પ્રિય તણો વધતો જ ચાલ્યો ને છૂટથી પ્રસરીને મન માંહી મ્હાલ્યો. [અનુષ્ટુપ] થવા લાગી મને ચિંતા, કેમ આનું હવે કરું? હદથી વધતાં હર્ષ, પરિણામ થશે ખરું! [મંદાક્રાંતા] આવી ત્યાં તો વિકટ તરુની એક વિસ્તીર્ણ ઝાડી, ર્હેતા જેમાં દિવસ સમયે નીચ લોકો અનાડી; તેમાં શાથી કંઈ પડી ગયો વાત માંહી વિરોધ, આવ્યો તેના પર મન થકી તુર્ત અત્યંત ક્રોધ. [અનુષ્ટુપ] વિનોદ સઘળો એ ક્યાં કોણ જાણે શમી ગયો; વાતચીત પડી બન્ધ સ્વર છેક નમી ગયો. [સ્વાગતા] વાર તો બહુ ગઈ ન હતી જ્યાં એ પ્રદેશ થકી મુક્ત થયાં ત્યાં. અંધકાર ટળતાં અજવાળું, એ સુશોભિત બહુ જ નિહાળું.