આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭. નયન પ્રાર્થના
[પદ] આપ જ તાતજી! દોરો હવે મને આપ# રોતો હું આપનો છોરો હવે#
જંગલમાં ભટક્યો બહુ ઘાટે, વાટે મળ્યા કાળા ચોરો — હવે મને આપ જ તાતજી! દોરો. રોતો હું આપનો છોરો હવે મને — આપ જ તાતજી! દોરો.
ગર્ત બધે પડતો ઝરડાતો આવી શકું નહિ ઓરો — હવે મને આપ જ તાતજી! દોરો. રોતો હું આપનો છોરો હવે મને — આપ જ તાતજી! દોરો.