આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૯૯. કાંતાનો ઉલ્લાસ Previous Next

[રાગ બિહાગ : તાલ ત્રિતાલ]

આજ ઉલ્લાસ ઉલ્લાસ અંતરમાં થાય! સ્ફુરે ઊંડાણોમાં હાસ, સ્વર્ગ સરીખાં ભાસ; દિવ્ય દશાનો રાસ રાગિણીઓ ગાય!

નિહાળીને સલૂણી છબી, પ્રીતિ વર્ષે, ને આકર્ષે, હૈયું હર્ષે ન્હાય!