આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ԱՀclլclorլլ [ બીજી આવૃત્તિની ] પૂર્વીલાપની પ્રથમાવૃત્તિ બે વરસમાં ખપી ગઈ એ ખાતર ગુજરાતને કંઈક ધન્યવાદ ઘટે છે; નહિતર આપણે અહીં શાળાએોમાં પાઠયપુસ્તક થયા વિના શુદ્ધ ઉત્તમ સાહિત્ય ભાગ્યે જ ખપે છે. : આ બીજી આવૃત્તિમાં કેટલાક વધારા કર્યા છે. કાન્તનાં કેટલાંક કાવ્યો તેમના અવસાન બાદ કાન્તમાલામાં છપાયાં: તે ઉપરાંત બીજા કેટલાંક મળી આવ્યાં તે અને તેમનાં પ્રસિદ્ધ અપ્રસિદ્ધ નાટકોમાંથી પણ જે સારાં લાગ્યાં તે સર્વ અt આવૃત્તિમાં લીધાં છે. પણ તે જુદા પરિશિષ્ટમાં મૂકયાં છે. પ્રથમાવૃત્તિને “ પૂર્વાલાપ " એમને એમ રાખેલે છે કાનતે પોતે જે કાવ્યોને નાશ કર્યો અને પોતે જેને પ્રગટ કરવાં યોગ્ય ન ધાર્યા તે કાવ્યોને પ્રગટ કરતાં થોડા ખુલાસાની જરૂર છે. કવિ લખે છે તે બધું જ સારુ નથી હોતું, કવિ પણ માણસ છે. તેનાં ઉડ્ડયને કોઈ વિશાલ તે કોઈ ટૂંકાં, કેોઈ ઊંચાં તે કોઈ નીચાં પણ હોય છે. પણ દરેક સાચે કવિ વિવેચક હોય _છે અને પોતાની વિવેચનાની કસોટીએ કાવ્યોને ચડાવી તેમાં પાર . ઊતરે તેવોને જ તે રાખે છે, બાકીનાંને, કુદરતની પેઠે, નાશ કરે છે. આવાં કાવ્યો પાછાં શોધીને બહાર મૂકવાથી સાહિત્યની કવિતાસમૃદ્ધિ વધતી નથી. અહીં આ કાવ્યો પ્રગટ કરવાને ઉદ્દેશ

  • વિદ્યાપીઠના ભાષામાઁદિરના અભ્યાસક્રમમાં પૂર્વાલાપ પાઠયપુસ્તક નીમાયું છે પણ તે વર્ગની સંખ્યા અહીં ગણવા જેટલી મોટી નથી,