આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

Z પૂવૉલાપ સામગ્રી તેમ જ હકીકત પૂરી પાડવા માટે હું એમના આભારી છું. તે સિવાયનાં કાવ્યો ઉપર મેં બને તેટલું ટૂંકું ટિપણ આપ્યું છે. પ્રયત્ન કરતાં પણ કેટલીક પંક્તિઓને અર્થ મને દુધ રહ્યો છે તે મેં તે તે સ્થળે દર્શાવ્યું છે. કાન્તને સમજવામાં અને તેનાં દુબૌધ સ્થાનેોને સુગમ કરવામાં મારા આ પ્રયત્ન કંઈક પણ ઉપકારક થશે તે તેને કૃતાર્થ થયેો માનીશ. આ સર્વ તૈયારીમાં મને પ્રે. બલવંતરાય ક૮યાણરાય ઠાકોર, થીયુત કરુણાશંકરભાઈ થીયુત શિવાભાઈ તથા શ્રીદ્યુત મુનિકુમાર તરફથી ઘણી જ મદદ મળી છે પ્રો. ઠાકોરની મેં જે જે મદદ લીધી છે તે તેમના અવતરણે ઉપરથી પણ જેોઈ શકાશે. શ્રીદ્યુત કરુણાશંકર અને શિવાભાઈ સદ્ગત મણિશંકરની પશ્ચિમ વયના નિકટમાં નિકટ સ્વજને હતા. તેમની પામેથી મને ઘણી હકીકત મળી છે. તેમણે સર્વેએ સદ્ગત મણિભાઈ સાથેના તેમ જ મારી સાથેના અંગત સંબંધથી આ કામ પોતાનું જ જાણી સહાય કરી છે. એવા આત્મીય સંબંધમાં આભાર માનવાનું કામ ઘણું કઠિન થઈ પડે છે. પણ એક બાબત માટે આવા સંબંધમાં પણ આભાર માનવા જેોઈએ. મારે જેઈતી સર્વ હકીકત પૂરી પાડતાં છતાં મારા અભિપ્રાયને સૌએ સંપૂર્ણ સ્વાતય આપ્યું છે, જે તેમના કરતાં જરા પણ એ છાં ઉદાર હદયે ભાગ્યે જ કરી શકે; અને મને મારે હાથે સદ્ગત જેએ મારા ગુરુ હતા, તેમને આ અંજલિ અર્પણ કરવાને પ્રસંગ આપે છે, તે મારા પર અનન્ય ઉપકાર થયો હું સમજું છું.

  • 岑 岑

DEUR R3 Հt*լrԱՀԱՎԱ વિ. Կ18ֆ