આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉપાદુધાત કાન્તનું જીવન જાણવાને અનેક કારણેાથી જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. પોતાના જમાનાની એ એક ઊંડા ચિંતનશીલ સત્યાનવિધી વિચારક અને મહામચિનનિમગ્ન પુરુષ હતા. સાહિત્યમાં તેમણે અનેક દિશાએ પ્રવૃત્તિ કરી છે. પણ તેમની બધી પ્રવૃત્તિમાં તેમનાં કાવ્યા જનતાને સૌથી વધારે મર્મસ્પર્શી લાગે છે. આપણુમાં તેએ બીજા કશા કરતાં કવિ તરીકે અમરપદ પામશે. એમ જણાય છે, અને તેથી કવિ તરીકેનું તેમનું જીવન જાણવાની વૃત્તિ આપણને સૌથી તીવ્ર થાય છે. તેમનાં કાવ્યો સમજવાને માટે પણ તેમનું જીવન જાણવાની જરૂર છે. કાનતે પરલક્ષી અને આત્મલક્ષી બને પ્રકારનાં કાવ્યો લખ્યાં છે. પરલક્ષી કાવ્યા લખનાર કવિનું જીવન ન જાણીએ તે પણ તેનાં કાવ્યે સમજવામાં કશે પ્રતિબંધ આવતો નથી. તેવાં કાવ્યેમાં જે ભાવ નિષ્પન્ન થવાને હોય તેની સવ બાહ્ય પરિસ્થિતિનું વર્ણન પણ તે કાવ્યમાં જ આવી જતું હોય છે. પણ આત્મલક્ષી કાવ્યમાં એ સંપૂર્ણ રીતે થતું હતું નથી. આ કાવ્યે અગત જીવનના પ્રમગાથી ઉત્પન્ન થતા ભાવનું પ્રગટ કલાસ્વરૂપ હોય છે. તેની ભેોંયરૂપ બાહ્ય પરિસ્થિતિ ઘણીવાર એ કાવ્યમાં દર્શાવેલી હેtતી નથી. એ કાવ્ય સમજવાને એ મેચનું દર્શન આવશ્યક છે. વ્યવયનું એક નિમિત્ત પ્રકરણ એટલે પરિસ્થિતિ પણુ છે. નાટકમાંથી ઉપકૃત કરેલા કાવ્યને સમજવાને જેમ તે કાની કેના પ્રત્યે કયા પ્રસંગની ઉક્તિ છે એ જાણવું આવશ્યક છે તેમ અહીં પણ ભાવનિષ્પત્તિને માટે એ પરિસ્થિતિ જાણવી આવશ્યક છે.