આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ነo ] પૂર્વાલાપ S S S S A AAAL S AAA AA SuASMSMS MS MSMS MMMMS LLLLL L M SLSLS A LSLS Se MSAS આ લેખકને એક વાર સદ્ગત મણિશંકર ભટ્ટ જેોડ કલાપી અને મણિભાઈ નભુભાઈનાં કાવ્યો સંબંધી ચર્ચા થયેલી ત્યારે તેમણે કહેલું કે કવિનું છવન તેના કાવ્યમાં પ્રગટ થયા વિના રહે જ નહિ. આ વિધાન તેમનાં પોતાનાં કાવ્યોને બરાબર લાગુ પડે છે. પૂર્વાલાપનાં કાવ્યોને તેમના જીવન સાથે જીવન્ત સંબંધ છે. વિશેષ શું, પૂર્વાલાપ નામને પણ તેમના જીવન સાથે સંબંધ છે. તેમ છતાં આ જગાએ કવિનું છવનચરિત્ર આપવાને ઉદ્દેશ નથી; તેને માટે લેખકની વ્યકિતગત અને પ્રસંગગત મર્યાદાએ ઘણી ટૂંકી પડે. માત્ર કાન્તના જીવનના જે જે મુખ્ય બનાવાને તેમના સાહિત્યજીવન સાથે એછેિ. વસ્તા સંબંધ છે તેના પરિચય પૂરતી રૂપરેખા આપવાને ઉદ્દેશ છે. સદ્ગત મણિશંકર રત્નજી ભટ્ટને જન્મ ઈસવીસન ૧૮૬૮ ના નવેબરની ૧૦ મી* તારીખે કાઠિયાવાડમાં લાઠી પાસે ચાવડ ગામમાં પ્રશ્નોરા જ્ઞાતિમાં થયો હતો. આ જ્ઞાતિ વિદ્યાવિલાસી છે. મણિભાઈના પ્રપિતામહ મુકુન્દને કવિયશ પ્રાપ્ત થયેલે અને એમના પેઢીનામામાં બીજા પ્રન્યકારે પણ દેખાય છે, મણિભાઈને બહુ નાની વયથી કવિતા કરવાને શેખ હતો. એ અરસામાં ગુજરાતના સૌથી વધારે લેકપ્રિય અને ઉત્તમ કવિએ બે જ ગણાતા: દલપતરામ અને નર્મદાશંકર. તેમાં વસ્તુ ભાવ અને શૈલીથી તેમ જ વાંચનમાલામાં તેમની ઘણું કવિતાએ આવેલી હોવાથી બોલમાનસને વધારે સુગ્રાહ્ય દલપતરામ હતા. આથી તે સમયમાં ઊગતા કવિએનાં પ્રથમ કાવ્યો. દલપતશૈલીનાં થાય એમાં નવાઈ નથી. મણિભાઈએ ૧૪-૧૫ વરસની વયે ! ખરી

  • તારીખે આપવામાં એક ધારણ સાચવવા સર્વત્ર ઈસવીસનને જ ઉપયોગ કર્યો છે-કેઈ કોઇ જગાએ કહયુ લાગે છે છતાં,