આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઝાંખું તેથી મખુ થઈ ગયું એમ જોતાં જણાય, ધીમા તોયે સ્વર સમજવા નાડીઓ ફુલ્લ થાય!

કહે કરુણ ચીસોમાં : “અરે રે! આમ શું કરે? પ્રાણદાન કરું તોય તૃષ્ણા અત્યંત શું ધરે?”

અરે! ખૂની સામે મૃગવર બિચારો ટળવળે, તથાપિ પારાધી હૃદય તણી પીડા ક્યમ કળે? કરે તૈયારી એ શર તણી, ફરે ચિત્ત મુજનું, ખરે! પાપી પ્રાણી! નિધન કરું હું દુષ્ટ તુજનું!

આપે છે શસ્ત્ર તેજસ્વી સખી એ અપ્સરા મને, દોડું ચાંડાલની સામે રાખીને ખડ્ગને કને.

મારું જઈ શિર પરે તરવાર એને : નીચે પડે, અરર બીન! બચાવું કેને? તે જોઈને જ મૃગ મૂર્ચ્છિત થાય, હાય! આવું થતું નીરખતાં જ મિજાજ જાય!

“અપ્સરા, અહીં ક્યાં લાવી?” કહી હું ક્રુદ્ધ થાઉં છું; કલ્પના જાય છે ઊડી, એકલો રહી જાઉં છું!