આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પુષ્પોની સૃષ્ટિમાં:૩૫
 

પુષ્પાની સૃષ્ટિમાં : ૩૫ સમજી લે કે તારી સત્તા તે। તારા વિજયદિનથી જ એસરી ગઈ છે. રાજન : તે। તું સત્તા લઈ કેમ લેતા નથી ? સહી કરી નાખ. વીર : માનવજાતમાં એકાદ વીર પણ પૈસાથી વેચાતા મળતા નથી એટલું સાબિત કરવા! બદલે મળ્યા વગરની સત્તા મળશે ત્યારે હું સત્તા ઉપર હૅાઈશ. આજ નહિ ! ધનપાળ : તારા સરખા કંઈક વીર મારી પાસે વેચાઈ ચૂકયા છે, વીર ! તારા વગર ચાલશે. વીર : ધનપાળ ! સમજી લે, જો જરા આંખ ખેાલ. તારી પુષ્પ- સૃષ્ટિમાં દાવાનળ પ્રગટયો છે !... કાઈ કાઈ વાર અગ્નિ વેચા ન મળે...તને અને તારી ખરીદેલી સૃષ્ટિને મત મળ્યા છે... [આછા આછે. અગ્નિ દેખાય છે. ] ધનપાળ : એવા કંઈક દાવાનળ ાલવી નાખ્યા! વીર : પણ એ ધનની વૃષ્ટિથી નહિ! બદ્લા માગતું વીરત્વ, બદલે માગતું સૌન્દર્ય, ખલા માગતી સેવા અને બદલા માગતું ધન શાપરૂપ છે...યાદ રાખ જ તને અને તારી સૃષ્ટિને બાળી નાખશે. ધનપાળ : શાપના મને ભય નથી. વીર : જરા આંખ ખેાલ | તારી આસપાસ જો ! આ પુષ્પસૃષ્ટિ સૂકાઈ ચાલી ! એના ઉપર અગ્નિ વરસે છે! [અગ્નિ પ્રજળતા દેખાય છે. ] પુષ્પષ્ટએ તારી જોડે અસહકાર આર્દ્રા છે અને તારા ધનને પણ નિરક બનાવ્યુ' છે ! એકે પુષ્પ ખીલતુ’ નથી, એક પણ લીલું નથી. અને...અને સાંભળ ! તારે હાર્ટ તાળાં વસાય છે તે ! [ તાળાંસાંકળ વસાતાં સંભળાય છે. ] ધનપાળ : મારે હાર્ટ તાળાં ? હું દાવેા કરીશ, ‘ બેલિફ ' લાવીશ, જપ્તી કરીશ, આખી પુષ્પષ્ટિની હું હરાજી ખેલાડીશ... પુષ્પષ્ટિના અસહકાર હું નહિં સાંખી લઉં! ' .