આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નવલખી વાવ વસ્તુ વડાદરાના લદીવેલાસ રાજમહેલના બગીયાને એક છેડ આવેલા પ્રાચીન સ્થાપત્યના નમૂના સરખી નવલખી વાવના દર્શને બા નાટિકા રૂરી. એ વાવમાં એ લેખ છે : એક ફારસીમાં અને બીજો નાના સરખ બ્રાહ્મીમાં. ફારસી લેખમાં ગુજરાતના સૂબાએ નવાણાની દુરસ્તી કરાવવા સ્થાનિક અધિકારીઓ દ્વારા કરેલી તરીજ અગે નવલખી વાવની દુરસ્તી કરાવનાર નથ્થુ ઠાકારના ઉલ્લેખ કરેલા છે. ગુજરાતના સૂબે એકર પછીથી મુઝફ્ફરશાહ તરીકે ગુજરાતના પ્રથમ મુલતાન બન્યા હતા. બ્રાહ્મી લિપિમાં તે માત્ર ત્રણ જ અક્ષરા–સુરાજ-વચાયા છે, જે શેાધકાએ નન્ના કલચુરીની રાણી દા તથા તેના જમાઈ સૂર્યરાજ સાથે સાંકળી લેવા પ્રયત્ન કર્યાં છે. એટલે ઇતિહાસ-પડછાયા. એમાંથી આ નાટિકાનું વસ્તુ મેળવ્યું. વાવસ્થાપત્ય એ ગુજરાતની વિશિષ્ઠતા. એના ઉપર અનેક લાશ ગારા રચાયલા છે વડાદરાની નવલખી વાવ વડાદરાના લક્ષ્મીવિલાસ રાજમઢુલના બગીચામાં હજી ઊભી છે. એની પાસે જ વડાદરા શહેરનું વિદ્યુત-કારખાનું પણ આવેલું છે. આજથી તેરસા પચાસેક વર્ષ ઉપર–સાતમી સદીમાં – થઈ ગયેલા નન્ના કલચુરીના જમાઈ સૂરાજે મૂળ આ વાવ બંધાવી, જે ઈ. સ. ૧૪૦૫માં નસીરૂદ્દૌલા-વાજુદ્દીન અમીર વચ્ચુ ઠાકારે દુરત કરાવી અને આમ અનેક અનાવૃષ્ટિનાં વર્ષોમાં વાવ ઉપયાગી થઈ પડી. વાવ-સ્થાપત્યના શાખીન મુસાફરને નવલખી વાવમાં ઊતરતાં જ નવલખી વાવની અધિષ્ઠાત્રી દેવી મળે છે, એ મુઝફ્ફરશાહને તેમ જ સુરાજને પ્રગટ કરે છે અને મુસાફરની દષ્ટિએ અનેક સદ્દીઓને આ વાવ દ્વારા જોડે છે. આ નાટિકાનુ' એ મુખ્ય વસ્તુ.