આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રાકાય. સ્થળ નવલખી વાવ-વડાદરાના રાજમહેલની પડખે. સવાર કે સાંજ સમય સૂચન બગીચાનું દશ્ય પડદા ઉપર તેમ જ રગભૂમિ ઉપર લાવી બની શકે ત્યાં વડાદરાના લક્ષ્મીવિલાસ-અગર કાઈ પણ મહેલને પડદા ઉપર લાવી શકાય તે। ડીક. ખાસ જરૂર નહિ. વાવનું દશ્ય ચિત્રથી અને બે ત્રણ પગથિયાંથી ઊભું કરી શકાશે. બે આછા લેખ-ફારસી તથા બ્રાહ્મીમાં-સૂચન પૂરતા બતાવી શકાય. ટા દ્વારા બન્ને લેખ વંચાવવા અને બન્ને લેખમાંથી– અગર લેખના પડદા પાછળથી મુઝફ્ફર અને સૂર્યરાજ પ્રગટ થઈ શકશે. દેવી વાવમાંથી પ્રગટ થતી બતાવવી સંગીત પાશ્વભૂમિમાં આવી શકશે. પાત્રા મુસાફર : સ્થાપત્ય શાખીન વટેમાર્ગુ દેવી : વાવની અધિષ્ઠાત્રી દેવી. મુઝફ્ફરશાહ : પૌંદરમી સદીની શરૂઆતમાં થઈ ગયેલા ગુજરાતના પ્રથમ મુલતાન. સૂરાજ સાતમી સદીની શરૂઆતમાં કલચુરી વંશના રાજની નબાના ગુર્જર સેનાપતિ.