આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શક્તિસંભવ વસ્તુ ભણતર કે સંસ્કાર આજના યુવક માનસમાં ઝાંખી, કડીબદ્ધ બની ન શકે એવી વિખરાયેલી, છતાં એકંદર ઉન્નતપથગામી છાપ કુમ પાડી જાય છે તેના એક કલ્પિત ચિતાર ‘ શક્તિસ’ભવ ' નાટકના ખે અંકમાં સમાવેલા પાંચ પ્રવેશેામાં આપવા પ્રયત્ન કર્યા છે. નૂતન સ્ત્રીશક્તિના જન્મ એટલે શક્તિસભવ. ચંદા નામની સુશિક્ષિત, ભાવનાશાળી યુવતી સામાજિક વિકાસના સર્વ પ્રયત્નામાં ભાગ લેતી, પોતાના કુટુંબ દ્વારા અન્યાય પામેલા એક ગરીબ કુટુંબની વીજળી નામની યુવતીને સખી બનાવી ઊંચે લેવાના વ્યક્તિગત પ્રયાગ કરની સુખને એળખવા મથે છે. એ મથનમાં એને સ્વપ્ન આવે છે, જે સ્વપ્નદશ્યથી નાટક શરૂ થાય છે. પ્રથમ અક–પ્રથમ પ્રવેશ : સ્વપ્નરૂપ આખા યે પ્રવેશ. સ્ત્રી અને પુરુષ સુખ શાધતાં પ્રવેશ પામે છે સુખના સાધન તરીકે માનવજાતે સ્વીકારેલાં ધન, સત્તા તથા ધર્માંનાં વિપરીત સ્વરૂપે માનવજાતનાં સ્ત્રીપુરુષની એ સહશેાધમાં નજરે પડે છે. નિરાશામાં દેવકન્યાએ મુખ તત્ત્વની આશા આપે છે અને તે પુરુષની નહિ પરંતુ સ્ત્રીની દેારવણીથી સુખપ્રાપ્તિના સંભવ બનને દેખાય છે. પ્રથમ અંક-બીજે પ્રવેશ: સ્વપ્નના વિચારમાં પડેલી ચઢા અને કાઈ એવું જ સ્વપ્ન અનુભવી ચૂકેલી વીજળી અનેક કલા અને સામાજિક પરોપકારી પ્રવૃત્તિઓને એળખતી, તેમાં ભાગ લેવાની સંમતિ આપતી, માનવખતનાં દુ:ખ ટાળવા અર્થે પુરુષો સામે અસહકાર કરવાની કલ્પનામાં ઊતરી પડે છે. અહીં પ્રથમ અંક સમાપ્ત થાય છે. બીજો અંક – પ્રથમ પ્રવેશ: રજન સમારંભના ગરબાની –