આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૭

ફરી પરણ્યા


પળોજણમાં નકામાં ગુમાવી દીધાની વાત પણ એને કોઇ કોઇ વાર સાંભરી આવતી ને પોતે પોતાની જ એ ભૂલ ઉપર હસાહસ કરી ઊઠતો.

અમદાવાદની સુલતાનીઅત પણ આ સમાચાર સાંભળી સંતોષ પામી હતી. દુદાજીને નાબૂદ કરવા બાબત સુલતાને રા'ની વફાદારીની નોંધ લીધી હતી. અને રા'ને નહાવાની ગંગાજળની કાવડ એક પણ વિધ્ન વગર ગૂજરાત તેમજ માળવાની સીમમાંથી પસાર થાય તેનો પાકો બંદોબસ્ત સુલતાને રખાવ્યો હતો. સુલતાન કુતુબશા પણ, ચિતોડ સુધીની તમામ ક્ષત્રિય રાજ્યો ઉપર પોતાની સત્તા બેસાડી લઈને જિંદગીનું બાકી રહેલું કામ કરતો હતો - જશનો ભરવાનું, સુંદરીઓ સાથે મોહબ્બત કરવાનું, શરાબો ઉડાવવાનું, ને મોટી મોટી ઈમારતો બંધાવવાનું.