આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઘણાં વર્ષો પર જે ઊના ગામનું પાદર ભાટ ચારણોનાં ત્રાગાંએ ગોઝારું કરી મૂક્યું હતું તે જ પાદર આજે મૃદંગ, પખ્વાજ, અને તંબૂરના સૂરે તાલે સચેતન બન્યું છે. એક ખોખરા ગાડામાંથી પાંચ સાત પુરુષો ઉતરે છે. તેમની મૂછો મુંડેલી છે, તેમના કપાળમાં ટીલાં છે. તેમના પોષાક મશ્કરી કરાવે એવા છે.
'એલા છોકરાંઓ.' એમાંના એક જણે નીચા લળી, ત્યાં એકઠાં થયેલાં તાલમબાજ છોકરાંને પોતે છોકરાં જેવડા થઇને જ કહ્યું : 'અમારૂં ગાવું ને નાચવું જોવું છે ?'
'હા હા.' છોકરાં આ પુરુષના સ્વાભાવિક બાલભાવ તરફ ખેંચાઇ આવ્યાં.
'જો જો હો ત્યારે !' એમ કહી હાથમાંની કરતાલ કટકટાવતે એ પુરુષે ઊંચી ભૂજા કરી ગાન ઊપાડ્યું -
અરે નાગર નંદજીના લાલ !
રાસ રમતાં મારી નથડી ખોવાણી