આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ચોવીસમું

૧૮૨


એમાં એકાએક એને યાદ આવ્યું, 'પાછો વળીને આ હું ક્યાં જઈ રહ્યો છું ? હું પાછો જૂનાગઢ જાઉં છું. પણ શો ગર્વ લઇને જૂનાગઢ જઇશ ? કેદારો ઘરેણે ન મૂક્યો, બસ ન જ મૂક્યો, ચાલીસ કોરીમાં મેં જીવ ન બગાડ્યો, એ બધું હું કોને જઈ કહીશ ? ભૂખ્યાં બેઠેલ આશાતૂર અભ્યાગતો એ મારી ગર્વ-વાણી સાંભળીને શું કહેશે ? શાબાસી દેતાં દેતાં ભૂખે મરી જશે  ? ને એવી શાબાસીને શું હું બટકાં ભરીશ ? એ ભૂખ્યાંને હું ક્યાં મોકલાવીશ ?'

સાંજ પડતી હતી. પાંચેક ગાઉ તોરમાં ને તોરમાં નીકળી ગયો હતો. નવા વિચારે એને ઊભો રાખ્યો.

'ના,ના,ના,' એણે મનમાં ને મનમાં કહ્યું : 'હે શ્રીહરિ, આજ સુધી મારે ઘરે જ્યારે ભીડ પડી છે તે તે ટાણે તું કોઇ ને કોઇએ માનવીના હૈયામાં પેસી જઇ મારા અવસરો ઉકેલી ગયો છો. તેથી આજ શું તને કોઇક ભીડ પડી હશે તે ટાણે હું તારી આબરૂ રગદોળી નાખીશ ?'

આકાશમાં વાદળાં ઘેરાતાં હતાં. ગગનન. સિંધુમાં સામસામી જાણે જંગી નૌકાઓ અફળાતી હતી એ જોઇને નરસૈયાએ મનમાં બબડાત ચલાવ્યો :

'જોઉં છું, જોઉં છું વાલાજી ! તારે ઘેરે ય કાંઇક ભીડ પડી છે. તું કશીક વિપદે ઘેરાણો છો. તું મારી સંભાળ લેવા અવી શક્યો નથી એમ હું જોઉં છું. પણ લોકો તો કહેશે ને, કે આ નરસૈયો ડીંગેડીંગ જ હાંકતો હતો' લોકો કહેશે કે જોજો, આ ભગતડાના વાલાજીએ અત્યારે દેવાળું કાઢ્યું. લોકો મને નહિ નિંદે, પણ તને જગતના પાલણહાર શ્રીહરિને વગોવશે. એ તારી વગોવણી થવા દઉં? કે તને રીઝવવાનો કેદાર રાગ સાચવી બેસું ? તું તો મારા વાલા ! મોટા મનનો છો. ને તારે તો ભક્તોની ખોટ નથી. કેદારના સૂર