આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૩

છેલ્લું ગાન

જ્યારે ભાવિકો બ્હીિતા બ્હીતા પણ ભેળા થયા, ત્યારે ફરી ભજનો મડાયાં. મોડી રાતે કંઠે શોષ પડ્યો, ત્યારે અન્ય સૌને આછો આભાસ થયો - એક સ્ત્રીના હાથમાં જળની લોટી છે. ભક્ત નરસૈયો અંતરિક્ષમાં હોઠ માંડે છે. લોટી ઝાલનાર આકૃતિની ધૂમ્રછાયા વાયુમાં ઓગળી જાય છે.

પ્રભાતિયાં બોલીને નરસૈયે સૌને હાથ જોડી કહ્યું : 'વાલાજીનાં સૌ સ્વરૂપો ! આજથી આપણા છેલ્લા જેગોપાળ છે : હવે પાણી પાનારને વારંવાર શ્રમ આપવો નથી : બહુ દૂરથી એને કાયા ધરી મહાકષ્ઠે આવવું પડે છે. હવે નરસૈયો ગાશે નહિ.'