આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ એકત્રીસમું

૨૪૨

'ના રાણી, મારે એ નથી કરવું. વસ્તી રીબાશે. એ જેમ કહે તેમ કબૂલ કરી એને વિદાય દેવાને જ હું કહેણ મોકલીશ.'

'ઓ સોમનાથ !' ઉચ્ચારતી કુંતાદે જોઈ રહી અને રા' પોતાના રાજપુરુષો પાસે પહોંચ્યો.

માંડળિક પાસે ખંડિય્તાપણું કબૂલાવી, ખંડણી નક્કી કરી, ભારી દંડ વસૂલ કરી સુલતાન પાછો ગયો.

* * *

અમદાવદમાં બેઠાં બેઠાં સુલતાનને નાગાજણ ચારણે થોડેક મહિને ખબર દીધા કે 'રા' તો માનતો જ નથી કે એ આપનો ખંડિયો છે.'

'કેમ ?'

'એ તો હજી દેવાલયોમાં પૂજા કરવા જાય છે ત્યારે ભેગાં રાજછત્ર ને છડી લઈ જાય છે, સોનેરી પોશાક પહેરીને જાય છે. કંઠમાં રત્નજડિત ગંઠો પહેરે છે.'

એ બડાઈને ઠેકાણે લાવવા ફરી વાર ફોજ ઊતરી. અને કુંતાદે ફરી વાર રા' પાસે આવી; 'મારા રા', હજુય શું જીવવું મીઠું લાગે છે ?'

'કુંતાદે ! કુંતાદે ! તમે સાચું કહેતાં'તાં હો ?' રા'એ કુંતાદેને કહ્યું. 'તમે મને આ ઠાઠમાઠ રાખવાની ના પાડતાં હતાં, તે હવે હું એ બધું સુલતાનને જ મોકલી આપું છું. ફોજને આંહી આવવા પણું જ ન રહે. ઠીક ને ? ઠાલી લપ શું રાખવી ? છત્રછડી ન હોય તોય શું ને હોય તોયે શું ?'

કુંતાદેનું શિર શરમમાં ઝૂક્યું. છત્ર ને છડી, રાજ લેબાસ અને જરજવાહર સુલતાનની હજૂરમાં અમદાવાદ ચાલ્યાં. અને સુલતાને એ