આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯

ચૂંદડીની સુગંધ


"મને ખબર નથી. કોની ? હું બળું છું -મને બળતરા-જાણે અગન-કાળી-લાય-"

"હેં ? હેં ? શું બોલો છો ? ઊઘાડો, ઊઘાડો."

"બાપુ ! બાપુ ! ઉઘાડો." બહારને બારણે કોઈક બોલવી રહ્યું છે.

"કોણ છે ? શું છે ?"

ગોકીરો વધ્યો : "બાપુ ! ઝટ ઉઘાડો, ઝટ બહાર આવો."

"હું બળું છું-મને લાય-"

"મને ય આગ લાગી છે. મારા પેટમાં દાહ થાય છે." વાજો ઠાકોર બબડી ઊઠ્યો.

"બાપુ ! ચારણ્યે લોહી છાંટ્યું. ચારણ્યનું ત્રાગું. ચારણ્યની ચૂંદડી મેડીમાં આવી છે. અડશો મા બાપુ." બહાર ગોકીરો ને બોકાસાં વધવા લાગ્યાં.

"ચસકા કોણ પાડે છે ? કઈ ચારણ્ય ? ક્યાંથી આવી ચારણ્ય ? ચારણ્યની ચૂંદડી ? આંહી કેવી ? હું તો અડ્યો છું. મેં સૂંઘી છે. મને દાહ થાય છે. આગ ઊપડી છે. આગ-આગ-આગ-રૂંવાડે રૂંવાડે અગનના અંઘોળ-"

"અગનનાઅંઘોળ-" ઠાકોરના શબ્દનો જાણે ગુશલખાનેથી પડછંદો પડ્યો.

"અગનના અંઘોળ-અગનના અંઘોળ-અગનના અંઘોળ."

* * *

એક મહિનો-બે મહિના-છ મહિના : વાજા ઠાકોરના ગુલાબી દેહને