આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ નવમું

૬૪


લીધે જ તાજદાર થાય છે. રૈયત મૂળ છે, ને સુલતાન વૃક્ષ છે. પ્રજાને રંઝાડી તારું મૂળ ન ઉચ્છેદતો.

'ને છેલ્લું, એકલા પોતાના જ સુખને ચાહી બેસી રહીશ ના.'

'બધું તારું જ હતું, તારૂં જ બધું તને સુપુર્દ થાય છે. ઉતાવળની જરૂર નહોતી. બાકી તો આ દુનિયાની અંદર આવે છે તે મરે જ છે. કાયમ તો રહે છે માત્ર એક ખુદા.'

'લે બેટા, આખરી સલામ.'

શરબત પીતો હોય તેટલી જ લજ્જતથી સુલતાન ઝેર ગટગટાવી ગયો હતો. ઝેર પીતે પીતે પણ એણે સુલતાનીઅતના પાયા પૂર્યા હતા. ઝેર દેનાર પૌત્રની એણે જીંદગી સુધારી હતી. શરાબથી સો ગાઉ દૂર રહેનારા નવા સુલતાન અહમદશાહે રાજપૂત રાજાઓના સંગઠનને પીછડે પીછડે ઉચ્છેદી નાખ્યું હતું. પોતાના હરીફ કાકાની એકેએક ચાલને તેણે શિકસ્ત આપી હતી. લશ્કરના સિપાહીઓને અરધ રોકડ દરમાયો ને અરધ ખર્ચ માટે જમીનો આપવાનું ડહાપણ કર્યું હતું. પરિણામે એની પાછળ લડાઇમાં ચાલનારા યોદ્ધાઓને ખપી જવાનો ડર નહોતો, કેમકે પાછળ રહેનાર કબીલાનો પેટગુજારો કરનારી જમીન મોજૂદ હતી, બાકીના રોકડ પગારને પણ ઢીલ વગર ચૂકવી આપવાની સુલતાનની આજ્ઞા હતી.

એવા સંતુષ્ટ લશ્કરને જોરે પગલે પલગે જીત કરનાર અહમદશાહે વચગાળાનાં એક એક વર્ષની મુદ્દત સુધી ચડાઇઓ બંધ રાખી હતી. સેનાને આવા આરામના ગાળા મળી રહેતા હતા.

અમદાવાદ નામના આલેશાન શહેરનો પાયો નખાઇ ચૂક્યો હતો. બે જ વર્ષમાં પૂરા બંધાઇ રહેલ એ કોટ ઉપર આજે બીજાં પંદર