આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઘરચોળાની ઠાંસી એણે સોડ્ય જો, વહુએ…
આટકાટનાં લાકડાં મંગાવિયાં રે લોલ,
ખોખરી હાંડીમાં લીધી આગ જો, વહુએ….

પે’લો વિસામો ઘરને ઉંબરે રે લોલ,
બીજો વિસામો ઝાંપા બા’ર જો, વહુએ…
ત્રીજો વિસામો ગામને ગોંદરે રે લોલ,

ચોથો વિસામો સમશાન જો, વહુએ…
સોનલા સરખી વહુની ચે’ બળે રે લોલ.
રૂપલા સરખી વહુની રાખ જો, વહુએ….

બાળી ઝાળીને જીવડો ઘેર આવ્યો રે લોલ,
હવે માડી મંદિરિયે મોકળાણ જો..

  • ભવનો ઓશિયાળો હવે હું રહ્યો રે લોલ !

[૧]

    • હવે માડી દેજો દોટાદોટ જો
    સહુનો અઓશીયાળો હવે હું રહ્યો રે લોલ.