પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૧૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯
રાજમાતા જીજાબાઈ


 આત્મદાન કરીને ભવાનીના આશીર્વાદથી, ભવાનીનીજ શક્તિથી પ્રેરિત થઈને, ભારતવર્ષમાં હિંદુનું ધર્મરાજ્ય સ્થાપી શકે, એજ જીજાબાઈની સર્વોચ્ચ આકાંક્ષા હતી. એજ વિચારથી એણે પુત્રને દીક્ષિત કર્યો અને તેને ઉપયોગી શિક્ષણ આપવાનો પણ આરંભ કર્યો.

શિવાજીમાં જ્ઞાનનો ઉદય થતાંવારજ તેણે પુત્રને કહ્યું કે, “શિવા ! ભવાની દેવીના આશીર્વાદથી જ તું જન્મ્યો છે. તું મારા સુખને માટે અવતર્યો નથી. તારા પિતાજીના કે અન્ય કોઈના સુખને માટે પણ નહિ. માતા ભવાનીએ તેમના પોતાના કાર્યને માટે આ દાસીના ગર્ભમાં તને જન્મ આપ્યો છે. તું મારો નથી, ભવાનીનો છે. તેમનું ધન છે. તેમનું કાર્ય તને સોંપી દેવા સારૂ તેમણે તને મારા હાથમાં સોંપ્યો છે. એજ તારી માતા છે, એ જ તારી ઈષ્ટદેવી છે. તેના ચરણકમળમાં મન અને પ્રાણને મૂકી દઈને, એ જે માર્ગે ચલાવે ત્યાં નિર્ભયપણે જજે. એ તને શક્તિ આપશે, તારો ભય દૂર કરશે અને બધી વિપત્તિઓમાંથી તારૂં રક્ષણ કરશે. નિર્ભયપણે તનમનધન લગાડીને પાપમાં ડૂબતા ભારતમાં પાછું ભવાની માતાનું ધર્મરાજ્ય સ્થાપ. પ્રાચીન સમયમાં જે મહાપુરુષો, જે મહાવીરો ભારતવર્ષમાં જન્મ ગ્રહણ કરીને દેવતા અને ધર્મને મહિમા વધારી ગયા છે; તેમના ગુણ, મહત્ત્વ અને કીર્તિનું સદા સ્મરણ કરજે. તેમના જેવો થઈને આ હતભાગ્ય દેશ પાછો ગૌરવમય થઈ શકે એવા પ્રયત્ન ખરા મનથી કરજે. લક્ષ્મણ અને અર્જુનની પેઠે વીરત્વમાં, ધર્મમાં અને પ્રતિજ્ઞામાં અટળ રહેજે. શમ અને યુધિષ્ઠિરની પેઠે ધર્મરાજ્યનો રાજેશ્વર બનજે અને પ્રજાના કલ્યાણને માટેજ રાજધર્મનું પાલન કરજે. મારી એજ ઈચ્છા છે, એજ આશીર્વાદ છે. મારો આ ઉપદેશ સદા મનમાં યાદ રાખજે. આ ધર્મ, આ વ્રત ગ્રહણ કરીને તારા જીવનને ધન્ય કરજે અને મારૂં ‘મા’ નામ સાર્થક કરજે.”

પ્રારંભનાં એ દસ વર્ષમાં જીજાબાઈએ શિવાજીને કયી કયી વિદ્યાઓ શીખવી તેનો સત્તાવાર ઉલ્લેખ મળતો નથી; પણું એટલું તો જણાયું છે કે, એ લઘુ વયમાં માતાની દેખરેખ નીચે એ ઘોડેસવાર થતાં, તીર ચલાવતાં, બંદૂક તાકતાં, પટા ખેલતાં અને થોડુંક લખતાંવાંચતાં શીખ્યા હતા તથા અનેક ઉચ્ચ